
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ મહેર જ્ઞાતિના બહેનો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે કાર્ય કરે છે. તેના ભાગરૂપે તાજેતરમાં તા.૧૦/૦૯/૨૦૨૨ને શનિવારના રોજ શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા, ફટાણા ખાતે વિદ્યાર્થીઓ માટે સહઅભ્યાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
શ્રીમતી માલીબેન રાણાભાઈ પબાભાઈ ઓડેદરા પ્રા. શાળા ફટાણા ખાતે કે.જી અને ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સુલેખન, ચિત્રકામ, ફેન્સી ડ્રેસ હરીફાઈ, ડાન્સ કોમ્પીટીશન તેમજ સ્વચ્છ વર્ગખંડ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાની વિદ્યાર્થીની બહેનો દ્વારા મહેર મહિલા વિકાસ મંડળના બહેનોને પરંપરાગત રીતે કંકુ ચોખા દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે ઓવરસીઝ વેલ્ફેર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નાગાજણભાઈ ઓડેદરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહક ઇનામો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી માલીબેન રાણાભાઈ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિતેશભાઈ અપારનાથી તેમજ શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.
આ તકે શ્રી મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતી દેવીબેન ભૂતિયા, ઉપપ્રમુખ શ્રીમતી માયાબેન ઓડેદરા,પૂર્વ પ્રમુખ શ્રીમતી ગીતાબેન વીસાણા., શ્રીમતી જયાબેન કારાવદરા, શ્રીમતી રેખાબેન આગઠ તેમજ ખજાનચી શ્રી ડિમ્પલબેન ખુંટી તથા શ્રીમતી માલતીબેન ખુંટી હાજર રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓથી માહિતગાર થઇ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે બાબતને ધ્યાનમાં રાખી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પણ આ શિક્ષણ સજ્જતા કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.







No Comments