શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ દ્વારા રચીત મહેર આર્ટ પરીવાર દ્વારા પોરબંદર ખાતે પ્રથમવાર મહેર મલ્હાર નામક એક પરંપરાગત પહેરવેશ સ્પર્ધા તાઃ૫/૩/૨૨ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે ડો.વી.આર.ગોઢાણીયા આઈ.ટી.કોલેજ ખાતે યોજવામાં આવેલ. જેમાં આપણી જ્ઞાતિની બહેનો-દીકરીઓ દ્વારા મહેર સમાજને લગતા વિવિધ વસ્ત્રો અને આભુષણો જેમકે ઢારવો/ઘાંસીયુ, કાપડું, ઓઢણું, વેઢલા, કડલાં, કાંબી, જુમણું, ભેટ-કટાર વગેરે પહેરીને પરંપરાગત મહેર સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે ભાઈઓ દ્વારા આંગળી, ચોઈણી, જુમણુ, મોહનમારા, સીસોરીયા, ઢાલ, તલવાર, ભાલા વગેરે ધારણ કરી ને ઉત્કૃષ્ટ દેખાવ કરેલ. વેશભૂષા ઉપરાંત સ્પર્ધકો દ્વારા મહેર સમાજ અને સંસ્કૃતિ વિષે ટૂંકું વક્તવ્ય પણ આપવામાં આવેલ.આ કાર્યક્રમમાં નાના બાળકો પણ આપણી જ્ઞાતિના પરંપરાગત વસ્ત્રો પહેરી અને આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
કાર્યક્રમ મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચવામાં આવેલ.
A. વિભાગમાં 3 થી 5 ધોરણના બાળકો
B. વિભાગમાં 6 થી 8 ધોરણના બાળકો
C. વિભાગમાં 9 થી 12 ધોરણના બાળકો
D. વિભાગમાં કોલેજ તથા ઓપન કેટેગરીના સ્પર્ધકો
તમામ વિભાગના છોકરા, છોકરીઓ ને પ્રથમ,દ્વીતિય,ત્રુતિય એમ ત્રણ ક્રમાંકોમાં કુલ 24 ઈનામો આપ્યા હતા તથા અન્ય સારો દેખાવ કરનાર સ્પર્ધકોને કોન્સોલેસન ઈનામ આપવામાં આવેલ હતા. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલના હોદેદારો દ્વારા સ્પર્ધકોને રોકડ રકમ ઇનામ તરીકે આપવામાં આવેલ હતી.
સ્પર્ધાના વિજેતાઓની યાદી નીચે મુજબ છે.
વિભાગ-એ (બોયઝ)
(૧) પાર્થ ભીખુભાઈ મોઢવાડિયા
(૨) દક્ષ અમિતભાઈ ઓડેદરા
(૩) રાજવીર રાજુભાઈ ગોઢાણીયા
વિભાગ-એ (ગર્લ્સ)
(૧) અનન્યા મુકેશભાઈ ઓડેદરા
(૨) હિનલ અનિલભાઈ ગોઢાણીયા
(૩) હીર મુરુભાઈ ઓડેદરા
કોન્સોલેસન: આયુષી મોઢવાડિયા, વિદિશા કેશવાલા
વિભાગ-બી (બોયઝ)
(૧) આકાશ વેજાભાઈ કુછડીયા
(૨) આશિષ મોહનભાઈ વાઢેર
વિભાગ- બી (ગર્લ્સ)
(૧) આશા જીવાભાઈ ઓડેદરા
(૨) નિરાલી પ્રતાપભાઈ ઓડેદરા
વિભાગ-સી
(૧) દિપાલી વિક્રમભાઈ કારાવદરા
(૨) રિયા બાલુભાઈ કારાવદરા
(૩) શ્રેયા રાજુભાઈ ગોઢાણીયા
વિભાગ-ડી (બોયઝ)
(૧) રામ નરબતભાઈ કેશવાલા
(૨) રાણા સુકાભાઈ મોઢવાડિયા
વિભાગ-ડી (ગર્લ્સ)
(૧) નેહા જયસુખભાઈ ઓડેદરા
(૨) નિતા જેઠાભાઈ કડછા
(૩) નિતા ભરતભાઈ મોઢવાડિયા
કોન્સોલેસન: રિયા રાજેશભાઈ પરમાર, રીના રાજુભાઈ બાપોદરા
સ્પર્ધાના નિર્ણાયકો તરીકે પુષ્પાબેન જોશી, જયાબેન કારાવદરા, નીલેશભાઈ પરમાર અને કુલદીપભાઈ ઓડેદરાએ સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં મહેર સુપ્રીમ કાઉન્સીલના સ્થાપક પ્રમુખ શ્રી ડો.વીરમભાઈ ગોઢાણીયા, IMSCના વર્તમાન પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડીયા, લાખાભાઈ કેશવાલા, આલાભાઈ ઓડેદરા, અરજનભાઈ ખીસ્તરીયા, રાણાભાઈ સીડા,ખીમાભાઈ રાણાવાયા, દેવાભાઈ ભુતીયા, રાયદેભાઈ મોઢવાડીયા, લાખાભાઈ રામભાઈ ઓડેદરા, કરશનભાઈ ઓડેદરા, રાણાભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડીયા, ડૉ.ઈશ્વરભાઈ ભરડા, ડો.રાજેન્દ્રભાઈ ગોઢાણીયા, ડો.દેવ્યાનીબેન ગોઢાણીયા, ડો.અજયભાઈ દીવરાણીયા દેવીબેન ભુતીયા, લાખણસીભાઈ ગોરાણીયા વગેરે અનેક નામી અનામી મહેમાનોએ ઉપસ્થિત રહી સ્પર્ધકોને બીરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મહેર આર્ટ સમિતિના સભ્યો દ્વારા જહેમત હાથ ધરવામાં આવેલ.
No Comments