(A) કિંજલ આર્ટ ગેલેરી અને ckv ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ ચિત્ર સ્પર્ધામાં વિષય આપવામાં આવ્યો હતો “મા”.
“જનનીની જોડ સખી નહી જડે રે લોલ”
આ પંક્તિને સાર્થક કરતા કવિ એ સાચું જ કહ્યું છે કે માનો પ્રેમ અનન્ય છે આપણે ક્યાંય ભગવાનને જોયા નથી પરંતું મા ના રૂપમાં ભગવાન જ આપણી સાથે છે તેમ કહી શકાય.
“ગોળ વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર”
જે ઘરમાં માં નથી તે ઘર ઘર હોવા છતાં કંઈક ખાલીપો જેવું લાગે છે. માતાનો પ્રેમ ભાગ્યશાળીને જ મળતો હોય છે તેથી તે પ્રેમની હંમેશા કદર કરવી જોઈએ કહેવાય છે
“મા તે મા બીજા વગડાના વા”
“ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે જનની ની જોડ સખી નહી જડે રે લોલ…..
ચિત્ર સ્પર્ધામાં પોરબંદર રાણાવાવ જુનાગઢ, ઉપલેટા,રાજકોટ, બોમ્બે જામનગર,અમદાવાદ સુરત ભાવનગર તેમજ વિદેશમાં રહેતા બાળકોએ પણ વગેરે સ્થળોએ થી વિદ્યાર્થીઓ અને ચિત્રકારોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવી હતી જેમાં ગ્રુપ a,b,c વિદ્યાર્થીઓ માટે અને ગ્રુપ ડી માં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે એ માટે ખુલ્લો વિભાગ મૂકવામાં આવ્યો હતો.
ગ્રુપ :-એ
(1) જન્નત પટેલ (અમદાવાદ)
(2 ખનક રાવલ (ભાવનગર)
(3) ખ્યાતિબા ઝાલા (ભાવનગર)
ગ્રુપ:- બી
(1) પ્રિયાંશ ઠક્કર (અમદાવાદ)
(2) મિરાજ ગરેજા (પોરબંદર)
(3) ઉન્નતી પ્રજાપતિ (અમદાવાદ)
ગ્રુપ :- સી
(1) રોશની જાડેજા (જુનાગઢ)
(2)કાન્હા ગોરાણીયા( જામનગર)
(3) પ્રથમ કેશવાલા (જામનગર)
ગ્રુપ:- ડી
(1) હેમંતકુમારપંડ્યા( અમદાવાદ)
(2) મનુભાઇ રાઠોડ (અમદાવાદ)
(3) નીરજ ભોગેસરા (રાણાવાવ)
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે તમામનો ખુબ ખુબ આભાર…
વિદ્યાર્થીમિત્રો વાલી મિત્ર શિક્ષક મિત્ર અને કિંજલ આર્ટ ગેલેરી અને ckv ઇન્ટિરિયર સ્ટુડિયો ના આયોજનને સફળ બનાવવા માટે સપોર્ટ કરનાર…..
કર્મા હીલિંગ સેન્ટર (કિરણ પરમાર) અમદાવાદ,
સપ્તરંગી (કિરણ ઠક્કર) અમદાવાદ,
એસ આર ટેક્ષી સર્વિસ (આશિષ & ભાવેશ ઓડેદરા) અમદાવાદ,
ckv ઇન્ટિરિયર (વિભા પટેલ) બરોડા અને એડીટીંગ ડિપાર્ટમેન્ટ નવઘણભાઈ (પોરબંદર) ધવલભાઇ જીગરભાઈ અને ઝલક (અમદાવાદ)…??????
(B) ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત વિઝ્યુઅલ women આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા બહેનોનું ધ આર્ટ ગેલેરીમાં એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરેલું..જેમાં ગુજરાતના અનેક સ્થળોએથી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક મહિલાએ પોતાના ચિત્રમાં પોતાની સર્જન શક્તિ દ્વારા કલાને ચિત્ર ના ભાગરૂપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોરબંદરનાં જિલ્લા ઠોયાણા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા કિંજલબેન ઓડેદરા ના ચિત્રો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ ચિત્ર પ્રદર્શન 8 માર્ચ મંગળવારથી 13 માર્ચ રવિવાર સુધી ખુલ્લુ મુકવામાં આવેલું છે
કિંજલ ઓડેદરાએ પોતાના ચિત્રમાં કથક અને ભરતનાટ્યમના માધ્યમને આધારિત પોતાની કલા રજૂ કરી છે જેમાં હાલ ની અત્યાર ની સંસ્કૃતિ માં ક્યાંક ને ક્યાંક આ સંસ્કૃતિ લુપ્ત થતી જોવા મળે છે કોઈપણ નૃત્ય સ્પર્ધા જોવામાં આવે ત્યારે સો (100) લોકો માંથી માત્ર પાંચ સ્પર્ધકો ભરતનાટ્યમ્ કે કથક ના જોવા મળે છે ત્યારે આ સંસ્કૃતિ લુપ્ત થતી જતી હોય એવું લાગે છે ત્યારે આ સંસ્કૃતિ જળવાઈ રહે અને એનું જતન થાય એવી પ્રાર્થના સાથે આ કલા રજૂ કરવામાં આવી છે.
No Comments