
આજ વાત કરતા ગૌરવ અનુભવીયે કે આ વાત ફકત મહેર સમાજ જ નહી પણ સમસ્ત ઘેડ વિસ્તાર ગૌરવ લઇ શકે એવા પરીવાર ની છે. આ વાત જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાના મીતી ગામ માં રહેતા વજસીભાઇ કડછા અને તેના પરીવાર ની છે . વજસીભાઇ અને તેના નાના ભાઇ બંન્ને સંયુકત પરીવારમાં રહે છે. તેનો પરીવાર ખેતીવાડી તેમજ પશુપાલન સાથે સંકળાયેલ અને પોતે ભણેલ પણ નહી . પરંતુ તેના ત્રણેય દીકરા-દિકરી તેમજ તેના નાના ભાઇ ના દિકરા-દીકરી ને પણ ભણાવેલ. તેના બંન્ને દિકરા બાલુભાઈ અને કરસનભાઈએ એન્જીન્યરીંગ કરેલ. આ બન્ને ભાઇઓ (બાલુભાઈ અને કરસનભાઈ) પહેલેથી પોતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય બન્ને ભાઇઓનો અભ્યાસ માટે ગ છાત્રાલય માં વતન થી દૂર રહી અભ્યાસ કરતા પણ અભ્યાસની સાથે જયારે પણ વેકેશનમાં રજા પડે એટલે બન્ને ભાઇઓ ગામડે ખેતીવાડીનું કામ પણ કરે. આજ માલદેવબાપુના જોયેલા મહેર જ્ઞાતી પ્રત્યેના સપનાઓ આ પરીવારે ખરેખર સાર્થક કરેલ કહેવાય. માલદેવબાપુએ સમાજ માટે ઘરેલી શૈક્ષણીક જયોત ખરા અર્થમાં આ પરીવારે સાર્થક કરેલ છે. એક પરીવારમાંથી ત્રણેય ભાઇ – બહેનો અને જમાઇ તેમજ પૂત્રવઘૂ સરકારી પદ પર બિરાજમાન છે. બાલુભાઈના મોટા બહેન રેવન્યુ કલાર્ક, બાલુભાઈ ખેતીવાડી વિભાગમાં હેડ કલાર્ક અને તેના બનેવી પીજીવીસીએલમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે . પુત્ર – પુત્રીને તો બઘા ભણાવે અને તૈયારી કરાવે પણ આ પરીવારે એની સાસરે આવેલ વહૂને પણ તૈયારી કરાવી અને આજે એણે પણ સરકાર દ્રારા લેવાયેલ ગ્રામ સેવક & બિનસચીવાલય ની પરીક્ષા પાસ કરેલ છે .
કરસનભાઈએ તલાટી / કલાર્ક – સ્ટેટ ટેક્ષ ઇન્સપેકટર જેવી જુદી જુદી સરકારી પરીક્ષાઓ પસાર કરી છે અને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્રારા લેવાતી જીપીએસ કલાસ – ૨ ની પરીક્ષા ત્રીજા ક્રમે પાસ કરી ગુજરાત પાણી પૂરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માં ડેપ્યૂટી મેનેજરની પોસ્ટ પર બીરાજમાન થયેલ છે .
ગુજરાત ની 1% વસ્તી પણ નથી એવા આપણા મહેર સમાજના યુવાન / યુવતીઓ વ્યસન છોડી શૈક્ષણીક વિકાસ તરફ આગળ વઘી રહયા છે તે સમાજ અને આપણા વિસ્તાર માટે ગૌરવ ની વાત છે .

No Comments