
ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આવશ્યક સંજોગોમાં પડતી જરૂરીયાતને ધ્યાને લઇ શબપેટીનું દાતાશ્રીઓ દ્વારા લોકાપર્ણ કરવામાં આવેલુ હતું.
જયારે કોઇપણ પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યું હોય ત્યારે પરીવાર માટે આ દુખ અને આઘાત સહન કરવો ખુબ જ મુશ્કેલ બની જતો હોય છે અને ઘણીવાર આવી દુખદ ઘટના વખતે પરિવારના કોઇ સભ્ય ધંધા-વ્યવસાય બાબતે પોતાના વતનથી દુર હોવાના કારણે પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર માટે વતન આવવામાં એક થી બે દિવસ જેટલો સમય લાગતો હોય છે. ત્યારેતેમના અવસાન પામેલ સ્વજનના મૃતદેહની યોગ્ય સાચવણી કરવી ખુબ જરૂરી બની રહે છે. આ બાબતને ધ્યાનમાં લઇ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના સહકારથી તેમજ આ સંસ્થાના ઉપપ્રમુખશ્રી સાજણભાઇ રામભાઇ ઓડેદરા પરિવારના આર્થિક સહયોગથી એક શબપેટીનું દાન ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાને કરવામાં આવ્યુ છે.
શબપેટી માટે ભારતમાં શ્રી સાજણભાઇ રામભાઇ ઓડેદરા – ઉપપ્રમુખશ્રી, ફોન નંબર 9925409500, શ્રી નવઘણભાઇ ભુરાભાઇ મોઢવાડિયા – ઉપપ્રમુખશ્રી, ફોન નંબર 9825231041, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના કાર્યાલય ફોન નંબર 9974808900 તેમજ વિદેશમાં શ્રી વિમલજીભાઇ નાથાજીભાઇ ઓડેદરા-પ્રમુખશ્રી, 44771859114 નો સંપર્ક કરવાનું કાર્યાલયની યાદીમાં જણાવવામાં આવેલ છે.
(આર્ટિકલ સોર્સ: IMSC કાર્યાલય)

No Comments