કવિના હૃદયનો મીઠો ભાવ છે કવિતા
કલમે નીતરતા શુભ્ર ક્ષર છે કવિતા
તળેટીમાં વાગતી કરતાલ છે; કવિતા
“તુંબડી સાથે તાર” એ તંબુર છે કવિતા
ચંદન ડાળે બેઠા ભુજંગની ફેન છે કવિતા
મધદરિયે કથી રાણીના વેણ છે કવિતા
પારધીનો ક્રોંચ વધ છે ‘પ્રથમ’ કવિતા
મૃગજળ દેખી ભાગતું હરણું છે કવિતા
પિતામહનું મૌન અને દ્રૌપદીનો આક્રંદ
આમ તો ‘ પથિક’ જીવન એજ છે કવિતા
– કરણ દિવરાણીયા ‘પથિક‘
No Comments