આવી આજ અષાઢની પુનમ પરિપૂર્ણતાને સંગ,
આવી આજ અનેરી ગુરુ પૂર્ણિમા વ્યાસ જયંતી સંગ.
ગુરુના આશીર્વાદ વરસસે આજ જ્ઞાનરૂપી તરસ્યા શિષ્યો પર,
ફરીથી વાગોળાશે ઈતિહાસ, આજે યાદ કરાશે ગુરુ દતાત્રેય ને દ્રોણ.
પ્રેરક જીવન બનાવનાર ગુરુઓને શત શત નમન કરે સૌ કોઈ,
અજ્ઞાનતાનો અસ્ત કરી ઉદય લાવનાર ગુરુની પૂર્ણતાને નમન કરે સૌ કોઈ.
શુભાશિષ આપનાર ગુરુની અમૃતવાણી વરસે સૌ શિષ્યો પર,
આજ આ અદ્વિતીય પૂર્ણિમાનો ઉજાસ ફેલાયો સૌ શિષ્યો પર,
ગુરુની પૂર્ણતા એ પૂર્ણિમારૂપી વેદ વ્યાસ,
જ્ઞાનરૂપી સમુદ્રમાં કળશ ઠાલવી શિષ્યો માટે થાય છે આવું અમૃતમંથન.
પરંતુ આજના આધુનિકીકરણના યુગમાં જરૂર છે એવા સાક્ષાત્ અતુલ્ય ગુરુની,
જે પુર્ણ ચંદ્રની ખિલવણી કરે, ને ઝળકી ઊઠે જીવનરૂપી ચાંદની શિષ્યોમાં.
ફરી આવવું પડશે વશિષ્ઠ વિશ્વામિત્રને સાંદિપનિ ૠષિ જેવા ગુરુઓને પૃથ્વી પર,
ત્યાર જ અવતરશે રામ , કૃષ્ણ ને સુદામા જેવા નૈતિકતાના આધારસમા પરિપૂર્ણ બિંદુઓ.
-કુછડીયા જયશ્રી વિકમભાઈ
“લાગણી”
No Comments