
ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા રાતિયા ગામ માં આવેલ વિવેકાનંદ વિનય મંદીર હાઇસ્કુલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસનો અરજણભાઈ (ગાંડાબાપા) બાપોદરા અને અન્ય સભ્યોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી બપોરે એક વાગે ઉદઘાટન રાખેલ જેમાં સમિતિના ઉપપ્રમુખ સરમણભાઈ બાપોદરા, સભ્યો ભરતભાઈ જાડેજા,રાજુભાઈ સુત્રેજા, રોહનભાઈ ઓડેદરા, વિરમભાઈ પરમાર, લખમણભાઇ ઓડેદરા તેમજ મહેર સમાજના આગેવાન અને રાતીયા હાઈસ્કૂલના પ્રમુખ અરજનભાઈ બાપોદરા તેમજ આ સ્કૂલ શિક્ષક કરસનભાઈ, મયુરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે રાતિયા,બળેજ,ઊંટડા,મોચા,કડછ,નવાગામ,ગોસા, ગોરસર વગેરે જેવા આશરે ૧૫ ગામોના સ્પર્ધકોને જીપીએસસી, પી.એસ.આઈ, એ.એસ.આઈ,પોલીસ કોન્સ્ટેબલ,તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે જેવી પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે જુદી જુદી ૧૪ જેટલી પરીક્ષા પાસ કરેલ છે એવા આ સમિતિના ઉપ-પ્રમુખ સરમણભાઈ બાપોદરા એ ખૂબ જ અઘરા ગણાતા એવા બંધારણ વિષયમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની સમજુતી આપી હતી. તેમ જ અંગ્રેજી અને ગણિત વિષય અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ ક્લાસમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.આ ક્લાસ વિકેન્ડ શનિવાર અને રવિવારે બપોરે ૧થી ૪ વાગ્યા સુધી ચાલશે. આ તકે ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, ઉપપ્રમુખ સરમણભાઈ બાપોદરા, મહામંત્રી ડૉ.ભરતભાઇ આગઠ તેમજ સમિતિના અન્ય સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી.
– રોહન ઓડેદરા, કરણ દિવરાણીયા

No Comments