લેખકો જોગ અપીલ

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા મહેર જ્ઞાતિના આપણા આ મુખપત્ર ” સુકલ્પ ” મેગેઝીનને  તા.01-05-21થી ડીઝીટલ  સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે દેશ વિદેશમાં વસેલા મહેર સમાજ અને તેને લગતી  શૈક્ષણિક, સામાજિક અને રચનાત્મક પ્રવૃતિઓની અંગેની માહિતી,  શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા અમલમાં આવતી પ્રવૃતિઓની જાણકારી તેમજ સમાજને ઉપયોગી થાય તેવા વિવિધલક્ષી લેખો અને સાહિત્યિક રચનાઓનો સમાવેશ કરવામાં આવે છે.
આ ઈ-મેગેજીનમાં મહેર જ્ઞાતિના લેખકો, કવિઓ,  લોકગીત-ગઝલના લેખકો, બાલવાર્તાકારો તેમજ વિવિધ શૈક્ષણિક અને જ્ઞાનપ્રદ લેખન કરી શકનાર તેમજ દેશ – દુનિયામાંથી જ્ઞાતિને ઉપયોગી થાય તેવા સમાચાર અને લેખો આપી શકે તેવા ભાઈઓ-બહેનોને “ટીમ સુકલ્પ” માં જોડાવા આમંત્રણ છે.
સુકલ્પ ટીમમાં જોડાનાર મહેર જ્ઞાતિના સૌ સાહિત્યકાર, લેખકો, રીપોર્ટરનું નામ આ ઈ-મેગેઝીન પોર્ટલ ઉપર ‘ટીમ સુકલ્પ’ અંતર્ગત જે રિસોર્સ ગ્રુપ છે એમાં performance based positioning system મુજબ ઉમેરવામા આવશે. આ સીસ્ટમ મુજબ પ્રકાશિત થયેલા દરેક લેખોનું કમિટી દ્વારા દર મહીને મૂલ્યાંકન કરવામાં આવશે. અને પ્રકાશનને યોગ્ય સૌથી વધુ લેખો મોકલનાર રિપોર્ટર/લેખક મિત્રોનું નામ અગ્રતાક્રમે રાખવામાં આવશે. એ રીતે લેખોની સંખ્યાના આધારે ક્રમ નક્કી થશે. કમિટી દ્વારા દર મહીને મીનીમમ આર્ટીકલ્સની એક સીમારેખા નિયત કરવામાં આવશે, જેનાથી ઓછા લેખો મોકલનારનું નામ ઉપરોક્ત ગ્રુપમાંથી કમી કરવામાં આવશે. ફરી પાછા એ લેખક જો કોઈ એક મહિનામાં નિર્ધારિત કરેલ સંખ્યા મુજબના આર્ટિકલ મોકલે ત્યારે એનો ફરી સમાવેશ કરવામાં આવશે. આ સિસ્ટમ આપણને ગ્રુપની કાર્યક્ષમતા વધારવામાં ખુબ મદદરૂપ થશે.
બીજું, આપણી સંસ્થા સામાજિક વિકાસને વરેલી બિનરાજકીય સંસ્થા છે. જેનો ઉદેશ્ય સમાજના સર્વાંગી વિકાસનો છે. એ ઉદેશ્યની પૂર્તિ કરે તેવા રચનાત્મક અને સમાજોપયોગી તેમજ માહિતીલક્ષી અને સૌને ઉપયોગી બને તેવા લેખો જ મોકલવા.

લેખો કેવી રીતે મોકલવા?
(૧) લેખોમાં ગુજરાતી લખાણ શ્રુતિ ફોન્ટમાં અને અને અંગ્રેજી શબ્દ કે લખાણ Arial ફોન્ટમાં અને word file માં જ ટાઈપ કરવા (mail ની main body માં લેખ ના લખવા)
(૨) એ ફાઈલને તમે લેખ ને જે ટાઈટલ આપવા માંગતા હોય તેનું નામ આપવું.
(૩) આ ફાઈલને attachment કરીને નીચે આપેલ mail address ઉપર જ મોકલવા
(૪) જો લેખની સાથે આનુસંગિક ફોટા રાખવાના હોય તો word file માં insert કરવાને બદલે એ જ mail માં જેટલા ફોટા મોકલવા માંગતા હોય તેટલી attachment ફાઈલ ઉમેરી દેવી.
(૫) આપણું ઈ મેગેજીન હોય, નિર્ધારિત ફોરમેટને કારણે ઉપરની પદ્ધતિ સિવાય મળેલા લેખો પ્રગટ કરી શકાશે નહિ.

લેખો મોકલવાનું મેઈલ એડ્રેસ:  sukalpmagazine@gmail.com

સુકલ્પ રિસોર્સ ગ્રુપ:
(૧) વિરમભાઇ આગઠ, ગોસા
(૨) ભરતભાઈ બાપોદરા, બાપોદર
(૩) રામભાઈ મોઢવાડિયા, ભાવપરા
(૪) કરણભાઈ દિવરાણીયા, ગડુ
(૫) નીરજ દાસા, વેરાવળ
(૬) હીનાબેન દાસા, જુનાગઢ
(૭) રામભાઈ કેશવાલા, આદિત્યાણા
(૮) રામ બાપોદરા
(૯) આરતી કેશવાલા
(૧૦) ભીમાભાઇ ખુંટી, યુએસએ
(૧૧) ભાવનાબેન જાડેજા
(૧૨) ભીમાભાઇ રણમલ મોઢવાડિયા, યુએસએ
(૧૩) કોમલબેન પરમાર, અમદાવાદ
(૧૪) લાખીબેન ઓડેદરા
(૧૫) પ્રતાપભાઈ ખુંટી, બખરલા
(૧૬) રણજીતભાઈ ઓડેદરા, બહેરીન
(૧૭) રીધ્ધીબેન ઓડેદરા,ગોસા
(૧૮) વિજય કડછા
(૧૯) જયશ્રીબેન વિકમભાઈ કુછડીયા, બોખીરા
(૨૦) રાજ ગોઢાણીયા, ખાંભોદર
(૨૧) ખંજન કેશવાલા, કંપાલા
(૨૨) ભરતભાઈ જાડેજા, કડછ
સુકલ્પ ડીઝાઇન ગ્રુપ :
(૧) નિતેશભાઈ ઓડેદરા,રાજકોટ
(૨) રણજીતભાઈ સુંડાવદરા, દેગામ
(૩) પ્રતાપભાઈ કુછડીયા, યુએઈ