
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આપણા મહેર સમાજના પારિવારિક પ્રશ્નોના યોગ્ય અને સુખદ નિરાકરણ માટે કાર્યરત છે. આ માટે સંસ્થાના પોરબંદર સ્થિત કાર્યાલય ખાતે દર મહિનાના ચોથા શનિવારે સમાધાન સમિતિના વડીલોની હાજરીમાં સમાધાન મીટીંગનું નિયમિત આયોજન કરવામાં આવે છે.
હાલ વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઈ રહી છે તેમાં આપણો સૌરાષ્ટ્ર અને પોરબંદર વિસ્તાર પણ અછુત રહ્યો નથી અને દિન પ્રતિદિન પરિસ્થિતિ વધુને વધુ ભયજનક બની રહી છે.
આ સમયે સમાજ હિતને ધ્યાનમાં રાખી તેમજ સરકારશ્રી અને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમાજના લોકોમાં કોરોના મહામારીનું સંક્રમણ વધે નહિ એ બાબતને લઈ આગામી મીટીંગ હાલ મોકુફ રાખવામાં આવેલ છે અને કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સમાધાન મીટીંગની નવી તારીખ સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ જાહેર કરવામાં આવશે જેમની દરેક જ્ઞાતિજનોને નોંધ લેવા વિનંતી.

No Comments