મુળ છત્રાવા ગામના વતની અને હાલ કુતિયાણા નિવાસી શ્રી શામળાભાઇ (ટીલુભાઇ) હાજાભાઈ ખુંટીના પુત્ર ચિ. શ્રવણ ખુંટીએ તાજેતરમાં જ અમેરિકાની તથા વિશ્વની ખ્યાતનામ New York University (NYU)માં પ્રવેશ મેળવી મહેર સમાજનું ગૌરવ વધાર્યું છે. ચિ. શ્રવણને ન્યુયોર્ક યુનિવર્સિટીના MS Data Science પ્રોગ્રામમાં પ્રવેશ મળ્યો છે, આ સિવાય તેમને University of California – San Diego, Washington University, Carnegie Mellon University, University of Texas, Boston University વગેરે જેવી દિગ્ગજ યૂનિવર્સિટીઝમાં પણ સ્કોલરશીપ સાથે પ્રવેશની ઓફર પ્રાપ્ત થયેલ છે. પંજાબની ચંદીગઢ યુનિવર્સિટીમાંથી BE Aerospace Engineering પદવી પ્રાપ્ત કરનાર શ્રવણે નેશનલ યુનિવર્સીટી ઓફ સિંગાપોર, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ – બેંગલોર, નેસ્ટલે જેવી કંપની સાથે પણ કામ કર્યું છે. શૈક્ષણિક ક્ષેત્રે આવું પ્રતિભાશાળી પ્રદાન દાખવનાર ચિ. શ્રવણ કુમારને ખુબ ખુબ અભિનંદન.
No Comments