
મૂળ બખરલા/રાણાવાવના વતની અને હાલ વડોદરા ખાતે વસવાટ કરી રહેલા નિવૃત્ત ઈજનેર અને આપણા વડોદરા મહેર સમાજના અગ્રણી એવા શ્રી લખમણભાઈ વી.ઓડેદરાના સુપુત્ર શ્રી કૃણાલભાઈ ઓડેદરા અમેરિકામાં HP કંપનીમાં Senior UX Designer તરીકે કાર્યરત છે. તેઓ હાલ અમેરિકાના Aldie, Virginia શહેરમાં રહે છે. તેમના ધર્મપત્ની શ્રીમતી શ્વેતાબેન ઓડેદરાએ અમેરિકાની Towson university માંથી master of science in Marketing Intelligence (M.S.) ની ડિગ્રી ઉચ્ચ ગુણાંક સાથે પ્રાપ્ત કરી છે. મૂળ બખરલાના જ વતની એવા કરશનભાઈ ખૂંટી અને ઉષાબેનની સુપુત્રી અને અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી શ્વેતાએ અમદાવાદની શ્રી ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, અમદાવાદ ખાતેથી BBA ની ડિગ્રી પ્રાપ્ત કરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી MBA પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેમણે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યની Towson યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને તાજેતરમાં જ આ યુનિવર્સિટીમાંથી માસ્ટરની બીજી ડિગ્રી પ્રાપ્ત કરી છે. શ્વેતાએ આ યુનિવર્સિટીમાં કુલ 4 માંથી 3.9 GPA મેળવી ભવ્ય સફળતા હાંસલ કરી છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમની આ ભવ્ય સફળતાને બિરદાવે છે અને તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
Originally from Bakharla/Ranavav and currently residing in Vadodara, a retired engineer and one of the leaders of our Vadodara Maher community Shri Lakhmanbhai V. Odedra’s son Shri Krunalbhai Odedra, is working as a Senior UX Designer in HP Company in the USA. He currently lives in Aldie, Virginia, USA. His wife Mrs. Shwetaben Odedra has obtained a Master of Science (M.S.) in Marketing Intelligence with high marks from Towson University, USA. She is the daughter of Karshanbhai Khunti and Ushaben, originally from Bakharla. Shweta, a very bright student, obtained a BBA degree from Shri Chimanbhai Patel Institute of Management and Research, Ahmedabad and completed her MBA from Maharaja Sayajirao University, Vadodara. After that, for further studies, she got admission in Towson University, Maryland, USA and recently obtained a second master’s degree from this university. Shweta has achieved great success in this university by getting a GPA of 3.9 out of 4. Shri International Maher Supreme Council applauds her for this great success and congratulates her very much.

No Comments