માં લીરબાઈ આઈના રથયાત્રા છઠ્ઠા દિવસે દિવસના અંતે ‘મા’ નો રથ બખરલા મુકામે પહોંચ્યો હતો. આ રથનું બખરલા મુકામે બખરલાના ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત/સામૈયું કરવામાં આવ્યું હતું. આ સામૈયામાં બખરલા ગામ અને આસપાસમાંથી જનમેદની ઉમટી પડી હતી. રથને રામદેવપીરના દવારા ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં માતાજીના દર્શન કરવા ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ રથને બખરલા ગામે ભારવાડિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત કથાના સ્થળે લઈ જવામાં આવ્યો હતો જ્યાં કથાના આયોજકો અને ગ્રામજનો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બખરલાના અગ્રણી એવા શ્રી રાજુભાઇ ભારવાડિયા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બખરલાના આગેવાન અને પોરબંદર જીલ્લા પંચાયત સદસ્ય શ્રી અરશીભાઈ ખુંટી દ્વારા રથયાત્રાને અનુલક્ષીને ખુબ જ સુંદર વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં રથયાત્રાના માધ્યમથી જ્ઞાતિમાં એકતા સ્થાપિત થાય તે માટે ભાર મૂક્યો હતો. ત્યારબાદ શક્તિ સેના પ્રવક્તા શ્રી રાણાભાઇ દ્વારા પણ જ્ઞાતિમાં સંગઠનની ભાવના મજબુત થાય તે માટે પ્રયત્નો કરવા હાકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રથયાત્રાનો ઉદેશ્ય વ્યક્ત કર્યો હતો. રથયાત્રાના માધ્યમથી જ્ઞાતિમાં શિક્ષણ,સંગઠન અને વ્યસનમુક્તિ ઉપર ભાર મુકતાં તેઓએ પોતાના વક્તવ્યમાં જ્ઞાતિમાં થઈ ગયેલા અને થઈ રહેલા શિક્ષણ ના કાર્યો વિશે વિગતવાર સમજ આપી હતી.આ પ્રસંગે ગામના જ વતની અને હાલ યુએસએ સ્થાયી થયેલા શ્રી ભીમભાઈ ખુંટીએ તેઓની આગવી શૈલીમાં જ્ઞાતિમાં ઊંડા ઉતરી ગયેલા વ્યસનના દુષણને દુર કરવા આહવાન કર્યું હતું. આ માટે ક્યાંથી અને કોણે કેવી રીતે પ્રયત્ન કરવો તે વિષે તેઓએ વિસ્તૃત વિચારો વ્યક્ત કાર્ય હતા. એટલું જ નહી, આ યાત્રા દરમ્યાન જ્ઞાતિમાં વ્યસન મુકનાર પ્રથમ ૧૦૦ યુવાનોએ પોતાના ખર્ચે બે દિવસ હિલ સ્ટેશનની યાત્રા અથવા રિસોર્ટ સ્ટેનું પ્રોત્સાહક ઇનામ પણ જાહેર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સતાધારની જગ્યાના મહંત શ્રી વિજયદાસ બાપુએ પણ આ પ્રસંગે પોતાના આશીર્વચન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરા, ઉપપ્રમુખો સર્વશ્રી શ્રી આલાભાઇ ઓડેદરા, શ્રી નવઘણભાઈ બી.મોઢવાડિયા, શ્રી નવઘણભાઈ એલ.મોઢવાડિયા, મહેર શક્તિ સેનાના પ્રવકતા શ્રી રાણાભાઇ ઓડેદરા, યુ.એસ.એ નિવાસી શ્રી ભીમભાઇ ખુંટી, શ્રી સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા, શ્રી જેઠાભાઈ મોઢવાડિયા, શ્રી કેશુભાઈ વાઘ, શ્રી કૃણાલભાઈ ઓડેદરા, શ્રી રામભાઈ કેશવાલા, શ્રી રામભાઈ ઓડેદરા, ખીસ્ત્રીના સરપંચ શ્રી દેવાભાઈ, ખંભાળાના સરપંચ શ્રી અરભમભાઈ, ચંદ્રાવાડાના સરપંચ શ્રી અરભમભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન ભાઈ શ્રી દેવાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું.

બખરલા ખાતેના કાર્યક્રમનું વિડીઓ પ્રસારણ
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *