
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા દ્વારા મહેર જ્ઞાતિનો સમુહ લગ્નોત્સવ આગામી તા.22-05-2021ને શનિવારના રોજ પોરબંદર ખાતે યોજાનારા હતો.પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીના અતિ સંક્રમણ ધ્યાનમાં રાખી સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ તેમજ જ્ઞાતિજનોના સ્વાસ્થ્યની સુખાકારી જળવાઈ એ બાબતે સંસ્થાની જવાબદારીના ભાગરૂપે હાલ આ “સમુહ લગ્નોત્સવ” અનિશ્ચિત સમય સુધી મોકૂફ રાખવાનું નક્કી કરેલ છે.ભવિષ્યમાં કોરોના વાયરસની મહામારીની સ્થિતિ સામાન્ય અને સાનુકૂળ થાય ત્યારબાદ આયોજન હાથ ધરવામાં આવશે.ઉપરોક્ત બાબતની જ્ઞાતિજનોને નોંધ લેવા વિનંતી.
- વિમલજીભાઈ ઓડેદરા (પ્રમુખશ્રી, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ)
- ખીમાભાઈ રાણાવાયા (પ્રમુખશ્રી,સમુહ લગ્નોત્સવ સમિતિ)

No Comments