તા. 30/03/2021 ના રોજ તરખાઈ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક/આચાર્ય  શ્રી હિતેષભાઇ ભૂતિયાની બદલી રાણાવાવ તાલુકામા થતા તેમનો વિદાય સન્માન કાર્યક્રમ તરખાઈ ગામે શ્રી વીંઝવાસણ માતાજીના મંદીર ના પટાંગણમા રાખવામા આવ્યો હતો. આ તકે બહોળી સંખ્યામા ગ્રામજનો અને વડીલો હાજર રહ્યા હતા. હિતેષભાઇ ભૂતિયાની 10 વર્ષની ઉમદા સેવા બદલ ગામની સરકારી શાળામા ઘણા ફેરફારો થયા હતા અને શિક્ષણનુ સ્તર ઊંચુ લાવવા બદલ હિતેષભાઇની મહેનતની નોંધ ગ્રામજનોએ લીધી હતી.

આ તકે ગામના અગ્રણી શ્રી રામભાઈ નાગાજણભાઈ તરખાલાએ હિતેષભાઇ ને પ્રશસ્તીપત્ર તથા સાલ ઓઢાળી સન્માન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન જગદીશભાઈ ચૌહાણ દ્વારા કરવામા આવ્યુ હતુ.

(ન્યુઝ:  રામભાઈ મોઢવાડિયા દ્વારા)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *