“તું છો યુવાન તરવરતો, રાખે ઈશ પણ આશ અપાર,
પ્રયત્ને પથ્થરમાં પ્રાણસંચાર, કર્મ પથ રાહ જુએ છે તારી..”
“યૌવન એ સંયમના શણગાર અને વિવેકરુપી વૈભવથી શોભે છે.”
અરે યુવાનો!!! આપણે આર્ય યુવાનો છીએ. અને આર્ય યુવાન કયારેય હતાશ હોતો નથી.જીંદગીનો સર્વશ્રેષ્ઠ તબ્બકો યુવાની છે. જો મિત્રો યુવાની એક વખત જતી રહે પછી ફરી આવતી નથી.આપણામાં કહેવત છે ને કે “બારે બુધ્ધી, સોળે શાન,અને વીસે વાન.” યુવા અવસ્થામાં શક્તિ છે,સામાથ્ય છે,તરવરાટ છે.,થનગનાટ છે.આથી કવિએ દુહામાં કહ્યું છે ઘોડા જેટલો થનગનાટ અને આકાશમાં ઉડવાની ઈચ્છા એ વ્યક્તિ શું ન કરી શકે?
યુવાઓમાં એમના સપના પૂરા કરવાની તાકાત અને આખી દુનિયાને પોતાની મૂઠ્ઠિમાં કરવાનું સાહસ હોય છે. આ જ સાહસ અને પ્રબળ ઇચ્છશક્તિને કારણે જ એમને યુવાન કહેવાય છે. યુવાન શબ્દ જ મનમાં એક નવી ઊંચાઈ તરફ જવાનો અને ઉમંગ પેદા કરવાવાળો શબ્દ છે. યુવાન ‘दृढिष्ठः’ અને ‘बलिष्ठः’ હોવો જોઈએ. એટલે તન-મનથી દૃઢ હોવો જોઈએ, આત્મવિશ્વાસવાળો હોવો જોઈએ, તમાકુના મસાલા પણ છોડી શકતો ન હોય ને લીધેલું કામ અડધે મૂકી દેતો હોય એ દૃઢિષ્ઠ નથી. બલિષ્ઠ એટલે કોઈનાં હાડકાં ખોખરાં કરે એવો નહિ, પણ આત્માથી અને મનથી બળવાન. ઉપનિષદ કહે છે : ‘नायमात्माबलहीनेनलभ्यः।’ આત્મબળ વગર પરમાત્મા પ્રાપ્ત થતા નથી.અરે યુવાન તો જ્યાં જાય ત્યાં એમ લાગે કે હું બધું જ કરી શકીશ તેવો હોય છે. સાદી ગામઠી બોલીમાં કહીએ તો એ પાટું મારીને પૈસો પેદા કરી શકે. મૈત્રેયી પણ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે પોતાના પતિની સાથે સંસાર છોડી ચાલી નીકળી.અરે ગાર્ગીનું તેજ તો જુઓ! એ પણ એક યુવતી હતી, કે જે યાજ્ઞવલ્ક્ય જેવા મહારથી સાથે પ્રશ્નોત્તરીમાં બરાબરી કરે છે!આવાં તેજસ્વી અને ઓજસ્વી પાત્રો ને યાદ કરીને તેના જેવું બનવાનો પ્રત્યન કરવો જોઈએ.યુવાનો જે કંઈ પણ કરે પણ જે તેની પ્રતિષ્ઠા વધારે એવું હોવું જોઈએ. આજે દેશનો યુવાન નવા-નવા એપ્સ બનાવી રહ્યો છે. જેથી પોતાની જીંદગી પણ સરળ થાય અને બીજાની પણ મદદ થાય. આજનો યુવાન બદલાંતા જતાં સમય,પરિસ્થિતિ જેવી કે કોરોના જેવી ભયાનક બિમારી,વિશ્વ ગ્લોબલ વોમિંગ સામે ઝઝુમી રહ્યો છે. પરિસ્થિતિ મુજબ નવા નવા સાહસો કરી રહ્યો છે,પોતે કામ કરી રહ્યો છે,જોખમ ઉઠાવી રહ્યો છે અને બીજાઓને પણ કામ આપી રહ્યો છે.યુવનોમાં એક અદભૂત ક્ષમતા હોય છે.સમસ્યાઓનું નવી રીતે સમાધાન કરવાની એક અલગ જ પ્રકારની આવડત હોય છે.પ્રેમ,સફળતા, નિર્ભયતા, સુખ, શાંતિ,સાહસ, લોક પ્રિયતા, સત્ય અંગેના સર્વોત્તમ સર્જનાત્મક, હકારાત્મક વિચારો ને આપણા મનમાં સ્થાન આપવુ જોઈએ, સારા વિચારો એ સુખ ની ચાવી છે.
कुर्वन्नेवेहकर्माणिजिजीविशेत् शतंसमाः।’ તને સુંદર શરીર મળ્યું છે તો તું કર્મ કર્યા કર. તારે નિષ્ક્રિય થવાનું નથી. માથા પર હાથ મૂકી બેસી જવાનું નથી. અરેયુવાન ! તું ભૂલતો નહિ કે તારા ઉપાસ્ય દેવ સહજાનંદ સ્વામી, હનુમાનજી જેવા બ્રહ્મચર્ય વર્ચસ્વી છે. યુવતીઓ ! વિસરાય નહિ કે સ્ત્રીત્વનો આદર્શ આ દેશમાં જીવુબા, લાડુબા, સીતા, સાવિત્રી અને દમયંતી છે. યુવાનો ! તમારું જીવન કાંઈ ઈન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, વ્યક્તિગત સ્વાર્થને માટે પણ નહીં. તમારો જન્મ છત્રપતી શિવાજી, મહારાણા પ્રતાપ જેવા રાષ્ટ્રભક્તોના રાષ્ટ્રમાં થયો છે.ભગવાનને જેમ કરમાયેલું ફૂલ ન ગમે તેમ યુવાની એ ખીલેલું ગુલાબ છે, તો એ જ ગુલાબ ઇષ્ટદેવને અર્પણ થવું જોઈએ.જયારે તમારું મન હકારાત્મક બની જાય છે ત્યારે તમે દિવ્ય બનો છો, કારણ કે હકારાત્મકતા એ ચિત્તની શુદ્ધિ છે, અને શુદ્ધચિત્ત એ અંતિમ સ્થિતિ છે
મેં યુવાનો માટે એટલે લખ્યું કે આજનાં સમયે યુવાન વ્યક્તિની ખુબ જ જરૂર છે.સપ્તરંગી દુનિયાને સન્મુખ સજાવે છે યુવાની..માં–બાપ અને યુવાની જીવનમાં એકવાર આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરજો મારા વ્હાલા મિત્રો!!
- દિપ્તી કારાવદરા ઓડેદરા, “સમર્પણ”
No Comments