મહાભારતની જાણીતી કથાઓમાની એક કથામાં દ્રોણાચાર્ય પોતાના તમામ શિષ્યોને યુદ્ધ વિદ્યા શીખવે છે, ત્યારે દ્રોણ અર્જુનને પુછે છે કે તારે બાણ ચલાવવા માટે ઝાડ પરની ચકલીમાં તને શું દેખાય છે ? અને અર્જુનનો જવાબ આપણને બધાને ખબર જ છે. અર્જુને કહ્યું:”ગુરુવર મને ઝાડ પણ નથી દેખાતું કે નથી દેખાતી ચકલી, મને માત્ર ચકલીની આંખ દેખાય છે જે મારે વીંધવાની છે”
આપણો ઇતિહાસ સાબિતી આપે છે કે આપણી શિક્ષણ પદ્ધતિ એક મહાન શિક્ષણ પદ્ધતિ હતી. કે જેનો ઉદ્દેશ માત્ર ડિગ્રી આપવાનો નહોતો પરંતુ તેનો ઉદ્દેશ એક-એક માનવ ને વિશ્વ માનવ બનાવવાનો હતો..આવા મહાન ઉદ્દેશ લઈને ચાલતું શિક્ષણ આજે એક માર્ગથી બીજા માર્ગે ફંટાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે!!!
આશ્રમની જગ્યાએ આપણે વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો બનાવ્યા પણ કુદરતી વાતાવરણ છીનવી લીધું છે. તેથી એક ડગલું આગળ ખાનગી શાળાઓએ સ્માર્ટ કલાસ ની સુવિધા આપી પરંતુ વિદ્યાર્થી પાસેથી સ્માર્ટનેસ છીનવી લીધી છે.
આજના શિક્ષણ ની સ્થિતી વધુ દયનીય બની છે. આજ 10મા ધોરણ મા ભણતા અમુક વિદ્યાર્થી પોતાની માર્કશીટ નથી વાંચી શકતા. Marksheet માં લખાયેલા Need Improvement શબ્દોનો અર્થ તેને ખબર નથી.
10મુ કે 12મુ પાસ કર્યા પછી તે પોતાની કારકિર્દી વિશે વિચારવામાં થાપ ખાય જાય છે અને ગાડરિયા પ્રવાહનો અકાળે ભોગ બને છે..
આજે કોલેજમાં ભણતાં વિદ્યાર્થીઓ ને અરજી (Application)લખતા નથી આવડતી. એક અરજી લખવામાં પણ પટ્ટાવાળાની મદદ લેવી પડે. હું તો એમજ વિચારું છું કે જે વિદ્યાર્થી અરજી કોઈ બોલતું જાય એમ લખે તો એ મૌલિક નિબંધ કે મૌલિક પ્રશ્ર્ન જવાબ કેમ લખતો હશે?????
અમેરિકાથી લવાયેલી સેમેસ્ટર પદ્ધતી માત્ર પરીક્ષા પુરતુ જ જ્ઞાન આપે છે અને તેમાં પણ એવું થાય છે કે ક્યારેક તો પુરેપુરો સિલેબસ પણ શિક્ષક પૂરો નથી કરી શકતા. અને ઉપરથી એકની જગ્યાએ બે-બે પરીક્ષાનું ભારણ વિદ્યાર્થીને ગૂંચવી નાખે છે.
સેમેસ્ટર પદ્ધતિમાં દર 6 મહિને શિક્ષણમાં વિક્ષેપ પડે છે અને વિદ્યાર્થીની સતત ચાલતી પ્રક્રિયામાં બ્રેક લાગે છે.
આજનો બાળક ઇતર વાંચનથી અળગો થઈ આગળ નંબર મેળવવાની સ્પર્ધામાં ઝંપલાવી રહ્યો છે. તેમાં ક્યાંક ને ક્યાંક પોતાની આસપાસનું અને ઘરનું વાતાવરણ પણ જવાબદાર છે.શૈક્ષણિક બેરીજગારોની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળે છે.
દેશમાં જેટલા શૈક્ષણિક બેરોજગારો છે એ તમામ skilled નથી અને કદાચ એટલેજ તેઓ બેરોજગાર છે.
ગુજરાતની વિશ્વવિદ્યાલયો મા CBCS (Choice based credit system) અમલમાં છે પરંતુ આ system નો લાભ 10% વિદ્યાર્થીઓને પણ નથી મળતો.. કે’વાનો મતલબ એટલો જ છે કે જે system નો લાભ વિદ્યાર્થી નથી લઇ શકતા એવી સિસ્ટમ જે-તે ખાતામાં રાખવાથી શું ફાયદો?અને અંતે તો વિદ્યાર્થીને જ નુકસાન છે કેમ કે યુનિવર્સીટી તો પોતાના અહેવાલમાં એવુંજ દર્શાવે છે કે અમારા વિદ્યાર્થીઓ CBC system થી ભણે છે!!!! ઉત્તરપ્રદેશ મા પટાવાળાની જગ્યા માટે જ્યારે P.Hd થયેલા ઉમેદવારો એ ફોર્મ ભર્યા ત્યારે જ આપણી માનસિકતા છતી થાય છે.
3 Idiots ફિલ્મમાં રાંચો ઉર્ફ આમીરખાન દ્વારા બોલાયેલો ડાયલોગ “બેન્ક મૈ હી નોકરી લેની થી તો ફિર એંજીનીયરીંગ ક્યુ કિયા??? આજે ૧૦૦% સાચો ઠરે છે. દેશમાં આજે આવી સ્થિતી ખુબ છે!!!
કહેવાય છે ‘સા વિદ્યા યા વિમુક્તયે’ અર્થાત જે મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. પરંતુ આજ ના વિદ્યાર્થી ને પોતાની વિદ્યા જકડી રાખે છે.
article by ©કરણ મી. દિવરાણીયા ‘પથિક
No Comments