
આપણી જ્ઞાતિના પનોતા પુત્ર વીર શહીદ નાગાર્જૂન સિસોદિયાની 50મી પુણ્યતિથિ નિમિતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન ઝુમ પ્લેટફોર્મ પર કરવામાં આવેલ હતું.
સંસ્થાની પોરબંદર આવેલ ઓફિસ ખાતે વીર શહીદ નાગાર્જૂન સિસોદિયાની સુક્ષ્મ હાજરીમાં દિપ પ્રજજલીત કરી તેમજ પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથો સાથ હાલ માં આપણા દેશના પ્રથમ CDS જનરલ બિપીન રાવત સાહેબ તેમજ ભારતીય સેનાના 11 જવાનોના આકસ્મિક અવસાન બદલ સંસ્થા વતી શોક વ્યક્ત કરી તેઓએ દેશ કાજે આપેલ બલિદાન માટે મૌન અર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પિત હતી.
આ ભાવાંજલિ કાર્યક્રમમાં દેશ વિદેશથી બહોળી સંખ્યામાં મહેર જ્ઞાતિજનો હાજર રહી ભારત દેશની આન, બાન અને શાનના રક્ષણ કાજે પોતાના પ્રાણોની આહુતી આપી દેશને વિજય પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલ. ઉપસ્થિત સૌએ વીર નાગાર્જૂન સિસોદિયાની શહાદતને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ ભાવાંજલિ કાર્યક્રમમાં પ્રસિધ્ધ લોક સાહિત્યકાર શ્રી દેવરાજભાઈ ગઢવી દ્વારા સાહિત્યક વીરરસ પ્રસ્તુત કરી દેશના રક્ષણ કાજે બલિદાન આપનાર અમર શહીદ વીર નાગાર્જૂન સિસોદિયાના દેશ શ્રધ્ધાંજલિ આપી હતી.



No Comments