શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા મહેર જ્ઞાતિના વિદ્યાર્થીના સર્વાગી વિકાસ હેતુ વ્યકિતત્વ વિકાસ કાર્યક્રમના શિર્ષક હેઠળ વકતૃત્વ સ્પર્ધા તથા એકપાત્રિય અભિનય હરિફાઈનું આયોજન શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા ખાતે કરવામાં આવ્યુ હતું.
મહેર જ્ઞાતિમાં શિક્ષણના રાહબર પૂજય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં જ્ઞાતિ આગેવાનો તથા મહેર મહિલા વિકાસ મંડળના બહેનો દ્વારા દિપ પ્રજવલીત કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ દેવીબેને પોતાના પ્રાસંગિક વકતવ્યમાં જ્ઞાતિ આગેવાનો,બહેનો તેમજ સ્પર્ધકોને આવકારી સ્પર્ધાની રૂપરેખા આપી હતી સાથે તેઓએ જણાવેલ કે શ્રી મહેર મહિલા વિકાસ મંડળની શરૂઆત શ્રીમતિ શાંતાબેન ભરતભાઈ ઓડેદરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી અને આ મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમજ બહેનોના સર્વાંગી વિકાસ હેતુ સમયાંતરે વિવિધ પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે. તેમજ ગ્રામ્યકક્ષાએ મેડિકલ કેમ્પ તથા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલની વિવિધ પ્રવૃતિઓમાં પણ મહેર મહિલા વિકાસ મંડળની બહેનો પુરા ખંત અને સક્રિયતાથી કાર્ય કરે છે. તેઓએ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને મંચ સંચાલકને સ્પર્ધા શરૂ કરવા જણાવેલ.
વ્યકિતત્વ વિકાસ કાર્યક્રમ શિર્ષક હેઠળ વકતૃત્વ સ્પર્ધા જેમાં વિભાગ-૧માં ધોરણ ૯ થી ૧ર અને વિભાગ-રમાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા એક પાત્રિય અભિનયનું આયોજન પણ કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ હાજરી આપી મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતિ દેવીબેન ભુતિયા તથા બહેનોની કામગીરી બિરદાવી હતી. વ્યકિતત્વ વિકાસમાં વિદ્યાર્થીજીવનથી જ શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓના બીજ રોપવામાં આવે તો વ્યકિતત્વ ઘડતરમાં ખુબ જ મદદરૂપ બનશે. આસપાસના પર્યાવરણમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી તેને જાહેર જીવનમાં પ્રવાહીત કરવું એ જ સાચી સફળતા છે. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થા અને શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા સમાયાંતરે જ્ઞાતિના દિકરા દિકરીઓને જ્ઞાતિકક્ષાએ સ્ટેજ પુરુ પાડી તેઓનો સર્વાંગી વિકાસ કેળવાય એવા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહયા છે. છેવટે તેઓએ જણાવેલ કે આજના આ સ્પાર્ધાત્મક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિની દિકરીઓએ ભાગ લઈ પોતામાં રહેલી સુષુપ્ત શકિતઓ રજૂ કરી, એવી રીતે જ જ્ઞાતિના દિકરાઓ પણ આવી જ્ઞાતિ કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનામાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવે તેવા પ્રયાસો કરે તેવું આહવાન કરેલ તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સાથે સંસ્થાના ઉપપ્રમુખશ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયાએ પણ આજના કાર્યક્રમને અનુરૂપ પોતાના વકતવ્યમાં જણાવેલ કે માતૃભાષામાં શિક્ષણની સાથે પારિવારીક વાતાવરણમાં જો પ્રાથમિક શિક્ષણ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરશે તો પારિવારીક મુલ્યો તેમજ સંસ્કારોનું સિંચન બાળપણથી જ થશે અને તેનો લાભ આવનારા સમયમાં પરિવાર, સમાજ અને રાષ્ટ્રને થશે તેમ કહી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વકતૃત્વ સ્પર્ધા: વિભાગ ૧: ધોરણ ૯ થી ૧ર
પ્રથમ નંબર :બોખિરીયા શીતલબેન ભીખુભાઈ
દ્વિતિય નંબર :ઓડેદરા દ્રષ્ટ્રિ મિલનભાઈ
તૃતિય નંબર :કારાવદરા રાહુલ દેવસીભાઈ
વકતૃત્વ સ્પર્ધા: વિભાગ ર: કોલેજ વિભાગ
પ્રથમ નંબર :પરમાર ગીતાબેન હરદાસભાઈ
દ્વિતિય નંબર :મોઢવાડિયા પાયલબેન નાગાજણભાઈ
તૃતિય નંબર :ઓડેદરા હેતલબેન માલદેભાઈ
એકપાત્રિય અભિનય :
પ્રથમ નંબર :ઓડેદરા સેજલ
દ્વિતિય નંબર :બોખિરીયા તૃપલ
તૃતિય નંબર :કુછડીયા લીલુબેન
નિર્ણાયક તરીકેની કામગીરી રંજનબેન મજીઠીયા તથા ચાંદનીબેન પંડયાએ સુંદર રીતે બજાવી હતી.આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને જ્ઞાતિ આગેવાનોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા, શ્રી માલદેવ રાણા કેશવાલા એજ્યુ. ટ્રસ્ટ/ મહેર સમાજના પ્રમુખશ્રી ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપપ્રમુખશ્રી નવધણભાઈ બી. મોઢવાડિયા,ટ્રસ્ટીશ્રી સામતભાઈ સુંડાવદરા,દેવાભાઈ ભુતિયા,અરજનભાઈ ખિસ્તરીયા તેમજ સક્રિય કાર્યકર્તા શ્રી ખીમાભાઈ રાણાવાયા,રામભાઈ ઓડેદરા,નિલેશભાઈ ઓડેદરા,પૃથ્વીપાલભાઈ વિસાણા,કાનાભાઈ મોઢવાડિયા,કેશુભાઈ વાઘ,અનિલભાઈ ઓડેદરા સહિતના ભાઈઓ તેમજ બગવદર ગામના નવનિયુકત સરપંચ શ્રીમતિ હંસાબેન ઓડેદરા,મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી દેવીબેન ભુતિયા,ઉપપ્રમુખશ્રી માયાબેન ઓડેદરા,પૂર્વ પ્રમુખશ્રી જયાબેન કારાવદરા,ગીતાબેન વિસાણા,કિરણબેન ઓડેદરા,હિરાબેન રાણાવાયા,રેખાબેન આગઠ તેમજ કાર્યકર બહેનોમાંથી જયાબેન સુંડાવદરા,રમાબેન ભુતિયા,લાખીબેન ખુંટી,શાંતિબેન એમ. ઓડેદરા,શાંતિબેન આર. ઓડેદરા,હિરાબેન ગોરાણીયા,સોનલબેન ઓડેદરા, કિરણબેન ભુતિયા,રેખાબેન ગોરાણીયા,મંજુબેન કારાવદરા,ટમુબેન ઓડેદરા, માલતીબેન ઓડેદરા સહતિના કાર્યકર્તા બહેનો હાજર રહયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મહિલા મંડળના સભ્યો રમાબેન ભુતિયા તથા લાખીબેન ખુંટીએ કયુ હતું. કાર્યક્રમના અંતે અલ્પાહાર કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો.
– અહેવાલ: IMSC ઓફીસ

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *